રોટલા ન બનાવી આપવા જેવી સામાન્ય બાબત પર પતિ એ જ કરી પત્નીની હત્યા

image-180

copy image

copy image

નખત્રાણા તાલુકાના મોટા ધાવડાની વાડીમાં 35 વર્ષીય પરિણીતાએ રાતે રોટલા ન બનાવી આપતાં તેના પતિએ ઝઘડો કરી ધોકા અને ચાકુથી ઢોરમાર મારી તેને મોતને ઘાટ ઉતારિ દેતાં ચકચાર પ્રસરી છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર  હત્યાના બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે મૃતકના ભાઈ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારે ફોન આવતાં બહેન અને બનેવી મોટા ધાવડાની સીમમાં વાડીએ છૂટક મજૂરી કરતા હતા, ત્યાં જતાં ત્યાં પોલીસ અને અમુક લોકો હાજર હતા.વાડી જવાના રસ્તે સાઈડમાં જમીન પર યુવતીની લાશ પડી હતી. શરીરે મારકૂટના નિશાન હતા. ગાલ પર ઊંડો ઘા હતો જેમાંથી લોહી નીકળતું હતું. વાડીએ મકાન પર બનેવી હાજર હતા,  ફરિયાદીએ તેને બનાવ બાબતે પૂછતાં તેને જણાવ્યું કે, ગઈરાતે મેં તારી બહેનને રોટલા બનાવી આપવાનું કહેતાં તેણે ના પાડતાં અમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી મને ગુસ્સો આવતાં લાકડાંના ધોકા અને ચાકુથી માર માર્યો હતો. આમ મારી બહેનને તેના પતિએ ધોકા અને ચાકુથી માર મારી તેની હત્યા કરી હતી.  નખત્રાણા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.