ભારત માટે સારા સમાચાર : રશિયન તેલ ખરીદવા માટે અમેરિકાએ આપી મંજૂરી
copy image

અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવી એ ભારત માટે આર્થિક અને રાજદ્વારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વૈશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે વધુમાં અમેરિકાના ટ્રેઝરી વિભાગે રશિયન ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી માટેની છૂટછાટ હવે 16 મે, 2026 સુધી લંબાવી દીધી છે.અગાઉ આ છૂટ 11 એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ નવા નિર્ણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના પ્રતિબંધ લાગુ થશે નહીં. કેમ લેવાયો આ નિર્ણય?: મધ્ય પૂર્વમાં, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (જ્યાંથી વિશ્વનો 20% ઓઇલ સપ્લાય પસાર થાય છે) માં ઈરાન સાથે વધતા તણાવને કારણે તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં સપ્લાય જાળવી રાખવા અને મોંઘવારી ડામવા માટે અમેરિકાએ આ નરમાઈ બતાવી છે.બજાર પર અસર: આ જાહેરાત બાદ તરત જ બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં 9% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જે હાલમાં $90 પ્રતિ બેરલની આસપાસ સ્થિર થઈ છે.