સત્તાવાર સંબોધનને ગંદકી અને સ્પષ્ટ જૂઠાણા’થી ભરેલાં રાજકીય ભાષણમાં ફેરવ્યું :કોંગ્રેસ
copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસે શનિવારે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં, એક નિરાશ અને હતાશ' વડાપ્રધાને રાષ્ટ્રજોગ સત્તાવાર સંબોધનને રાજકીય ભાષણમાં પલ્ટી નાખ્યું. એક્સ પરની એક પોસ્ટમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બતાવ્યું હતું કે, છેલ્લાં 12 વર્ષથી બતાવવા માટે કંઈ અર્થપૂર્ણ ન હોય તેવા “નિરાશઅને હતાશ’ વડાપ્રધાને રાષ્ટ્રને આપેલાં સત્તાવાર સંબોધનને ગંદકી અને સ્પષ્ટ જૂઠાણા'થી ભરેલાં રાજકીય ભાષણમાં ફેરવી નાખ્યું.આદર્શ આચારસંહિતા પહેલાથી જ અમલમાં છે, છતાં વડાપ્રધાને તેમના વિરોધીઓ પર હુમલો કરવા માટે સત્તાવાર મશીનરીનો કેવી રીતે દુરુપયોગ કર્યો. આ લોકશાહી અને બંધારણની મજાક છે.’ ખડગેએ કહ્યું. તેમણે કહ્યું હતું કે, મોદીજીએ કોંગ્રેસનો ઉલ્લેખ 59 વખત કર્યો અને મહિલાઓનો બહુ જ થોડી વાર. મહિલાઓ ભાજપની પ્રાથમિકતા નથી. કોંગ્રેસ હંમેશાં મહિલા અનામતને ટેકો આપે છે.અમે જ તે પક્ષ હતા, જેણે 2010માં રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કર્યું હતું, જેથી તે રદ ન થાય