ભાવનગર રેલ્વે કોલોનીથી અક્ષરપાર્ક જવાના રસ્તા ઉપર ચોરાઉ મો.સા.સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ચોરના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાનગર શહરે વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યામન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા પો.કોન્સ મનદિપસિંહ ગોહીલ ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર અક્ષરપાર્ક સોસાયટી તરફથી રેલ્વે કોલોની તરફ આવતા રસ્તે બે ઇસમો શંકાસ્પદ યામાહા ફસીનો સ્કુટર સાથે આવવાના છે જેમા મો.સા ચાલકે કેસરી કલરનો ડીઝાઇન વાળો શર્ટ તથા પાછળ બેસેઇ ઇસમે કાળા કલરનો શર્ટ પહેરેલ છે.જે સ્કુટર ચોરાઉ હોવાની શંકા છે જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ વોચમા રહેતા ઉપરોકત બાતમી તથા વર્ણન વાળા ઇસમો મો.સા સાથે આવતા વેરીફાઇ કરતા તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જેથી તુરતજ તેને પકડી (૧) સુનિલભાઇ ઉર્ફે બાટલો મુકેશભાઇ દેલવાડીયા/કોળી ઉ.વ.૧૯ રહે.અક્ષરપાર્ક સોસાયટી શેરી નં-૨ની સામે પ્લોટ નં-૧૪૭ ,ભાવનગર (૨) શકિતભાઇ ઘનશ્યામભાઇ બાવળીયા/કોળી ઉવ.૨૦ રહે.અક્ષરપાર્ક સોસાયટી શેરી નં-૦૨ પ્લોટ નં-૧૩૧ ભાવનગર વાળા હોવાનું જણાવતા તેના કબ્જામાં એક યામાહા ફસીનો સ્કુટર જોતાં ગ્રે કલરનુ જેના રજી.નંબર જોતા આગળ પાછળની નંબર પ્લેટમા GJ-04-DJ-3940 ના છે યામાહા ફસીનો સ્કુટરનાં એન્જીન નંબર-E3Y4E0221955 તથા ચેસીઝ નંબર-ME1SED19CJ0164222 નુ મો.સા. મળી આવતા જે મો.સા.ના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મો.સા ની કિ.રૂ.૪૦,૦૦૦/-ગણી સદરહું મો.સા. C R P C 102 મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. મજકુર બન્ને ઇસમોની પુછ પરછ કરતા સદરહું મો.સા. ચારેક દિવસ પહેલા બોરતળાવ થાપનાથ મહાદેવ મંદિરના દરવાજા પાસેથી ચોરી કરેલાનુ જણાવતા હોયજે બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૧૨૯/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ છે. આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ વનરાજભાઇ ખુમાણ તથા પો.કો. પો.કોન્સ મનદિપસિંહ ગોહીલ તથા ઇમ્તીયાઝભાઇ પઠાણ તથા વિઠ્ઠાલભાઇ બારૈયા તથા ,શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *