સ્ટાર્મરની ચેતવણી છતાં 98 રશિયન જહાજ ઈંગ્લિશ ચેનલમાંથી પસાર થઈ ચૂક્યા

copy image

copy image

  બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે રશિયાના શેડો ફ્લીટના કાફલો તેમના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થયો તો તેની સામે કાર્યવાહી કરવા ચીમકી આપી હતી. પરંતુ તેમની આ ધમકી છતાં રશિયન જહાજ જાણે તેની પરવા કર્યા વિના પસાર થઈ રહ્યા છે. તેમની આ ધમકી પછી 98 રશિયન જહાજ પસાર થઈ ચૂક્યા છે. બ્રિટનની નૌકાદળ ક્ષમતા મર્યાદિત હોવાથી કાર્યવાહી કરી શકાઈ નથી. ઊતરો દ્વારા  મળતી માહિતી અનુસાર સ્ટાર્રમરની ધમકી છતાં પણ બ્રિટનના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થતાં રશિયન જહાજોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો . સ્ટારમરે ૨૫ માર્ચના રોજ આપેલી ચેતવણીના મહિનાના સમયગાળામાં આશરે 98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ચૂક્યા છે, જે પહેલા ત્રણ મહિનાની સરેરાશ બરાબર છે. અત્યાર સુધી આ જહાજોમાંથી કોઈના પર કબ્જો,રોકવાની કે સકંજામાં લેવાની કોઈ સત્તાવાર માહિતી મળી નથી.  વધુમાં શેડો ફ્લીટ આ જહાજોનું નેટવર્ક કહેવાય છે જે સામાન્ય રીતે પ્રતિબંધો, દેખરેખ  અને આંતરરાષ્ટ્રીય નિયમોથી બચીને ઓઇલ, ગેસ કે અન્ય સામાનનું પરિવહન કરવા ઉપયોગમાં લેવાય છે. આ જહાજો કોઈપણ દેશ કે કંપની સાથે જોડાયેલા દેખાતા ન હોવાથી તેને શેડો ફ્લીટ કહેવાય છે.