મધ્યસ્થીમાંથી પાકિસ્તાન ફેંકાઈ ગયું, ટ્રમ્પે ભારત અને રશિયા સાથે મળી સંભાળ્યો મોરચો
copy image

ગ્લોબલ. ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાનો દાવો કરતું પાકિસ્તાન હવે આખું સીનમાંથી ગાયબ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને બાજુ પર મૂકીને ઈરાન સાથે સીધો સંપર્ક સાધ્યો છે. એટલું જ નહીં, આ ગ્લોબલ પાવર પ્લેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની રહી છે.
પાકિસ્તાને ભૂતકાળમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિદૂત બનવાની કોશિશ કરી હતી, પરંતુ ઈરાને હવે સ્પષ્ટ કરતા કહ્યું કે તેને પાકિસ્તાન પર જરાય ભરોસો નથી. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનની પોલ ખોલતા જણાવ્યું હતું કે, “પાકિસ્તાન એક સારું પાડોશી હોઈ શકે છે, પણ મધ્યસ્થી માટે તે લાયક નથી કારણ કે તે અમેરિકા સામે નમી જાય છે અને ટ્રમ્પના હિતોનું સમર્થન કરે છે”. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રેડિબિલિટી હવે તળિયે પહોંચી ગઈ છે.
ટ્રમ્પ-પુતિન વચ્ચે ૯૦ મિનિટની મેરેથોન ચર્ચા
વૈશ્વિક ગરમાવા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ૯૦ મિનિટથી વધુ સમય સુધી ફોન પર વાતચીત થઈ હતી. ક્રેમલિનના જણાવ્યા મુજબ , આ વાતચીત અત્યંત ફળદાયી રહી હતી. જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા થઈ:
- ઈરાન સંઘર્ષ: મધ્ય પૂર્વમાં વધી રહેલી અશાંતિ.
- યુક્રેન વિવાદ: લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ.
- વોશિંગ્ટન ફાયરિંગ: તાજેતરમાં વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં થયેલી ગોળીબારની ઘટના.
સીધી વાતચીત વચ્ચે પણ ટ્રમ્પે પોતાનું વલણ કડક રાખ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દઈશું નહીં”. અમેરિકાએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની નૌસેના, વાયુસેના અને એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું છે.વધુમાં જ્યારે પાકિસ્તાન મધ્યસ્થીમાંથી આઉટ થઈ રહ્યું છે, ત્યારે ભારતની ભૂમિકા મજબૂત થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, અમેરિકા રશિયા અને ભારત જેવા શક્તિશાળી દેશો સાથે મળીને નવા ગ્લોબલ ઓર્ડરની તૈયારી કરી રહ્યું હોય તેવું જણાય છે.