અબડાસાના સાગરકાંઠે ચરસનો જથ્થો મળી આવ્યો
copy image

અબડાસાના દરિયાકાંઠે બિનવારસી ચરસનાં પેકેટો મળી આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા 29-4 ના રોજ ચરસનો મોટો જથ્થો મળ્યા બાદ ગઇકાલે ફરી જખૌ મરીન પોલીસની સતર્કતાથી શિયાળબારી વિસ્તારના સાગરકાંઠેથી વધુ 10 જેટલાં ચરસનાં પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવ્યાં હતાં. તેમજ બે દિવસમાં મળી આવેલા ચરસનાં પેકેટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. જખૌ મરીનના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રાલિંગ વધારવામાં આવતાં પોલીસની સતર્કતામાં વધારો થયો છે, જેના પરિણામે બીજા દિવસે પણ ચરસનાં પેકેટો દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં. મળેલાં 10 પેકેટને જખૌ મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યાં છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.