મુન્દ્રા સિટીના અલગ-અલગ વિસ્તારોમાં ‘મુન્દ્રા મુસ્લિમ ગ્રુપ’ તરફથી અબોલ પક્ષીઓ માટે આશરે ૮૦ નંગ જેટલા પાણીના કુંડા લગાવવામાં આવ્યા

મુન્દ્રા તેમજ મુન્દ્રા સિટીના અલગ-અલગ વિસ્તારોમાં ‘મુન્દ્રા મુસ્લિમ ગ્રુપ’ તરફથી અબોલ પક્ષીઓ માટે આશરે ૮૦ નંગ જેટલા પાણીના કુંડા લગાવવામાં આવ્યા છે. ​ભીષણ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવાનું આ એક માનવતાવાદી અને પુણ્યનું કાર્ય છે. આ ઉમદા સેવામાં સાથ-સહકાર આપનાર તમામ ભાઈઓનો દિલથી આભાર. અલ્લાહ પાક આપણી આ ખિદમતને કબૂલ મંજૂર ફરમાવે. તેવી દુઆ કરવામાં આવી હતી