ગુજરાતી ફિલ્મ ‘બાવરી’ને આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત અન્ય 10 એવોર્ડ

ફિલ્મને જયેશ ત્રિવેદીએ ડાયરેક્ટ કરી છે.અને શૈલેષ શાહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.નિર્માતાના કહેવા મુજબ ટૂંકા ગાળામાં એક સાથે આટલા એવોર્ડ મેળવનારી આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.

-આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત અન્ય 10 એવોર્ડ મળ્યા
-એક સાથે આટલા બધા એવોર્ડ મેળવનારી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ
ગુજરાતી ફિલ્મો માત્ર ગુજરાત પુરતી જ સિમિત નથી.પરંતુ ગુજરાતી ફિલ્મો દેશ અને વિદેશમાં નામના મેળવી રહી છે.છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિષયો પર બનેલી ગુજરાતી ફિલ્મો સફળ થઈ રહી છે.તેમાં વધુ એક યશકલગીનો ઉમેરો થતાં ગુજરાતી ફિલ્મ બાવરીને આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત અન્ય 10 એવોર્ડ મળ્યા છે.
કાયદાના રક્ષક દ્વારા અબળા પર કરાયેલા અત્યાચારનું નિરુપણ કરતી આ ફિલ્મને જાપાનમાં યોજાયેલા જેનેર સેલિબ્રેશન ફેસ્ટિવલમાં બેસ્ટ ફિચર ફિલ્મથી નવાજવામાં આવી હતી.ઉપરાંચ કલ્ટ ક્રિટીક મૂવી એવોર્ડ, ટોપ ઈન્ડિઝ એવોર્ડ સહિત અલગ અલગ 10 એવોર્ડ આ ફિલ્મને એનાયત થયા હતા.

