પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર ઈસરોને આપ્યા અભિનંદન

પીએમ મોદી : આજનો દિવસ 130 કરોડ દેશવસીઓ માટે ગર્વનો દિવસ

સમગ્ર દેશની નજર ચંદ્રયાન-2 મિશન પર હતી. આધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 22 જુલાઈ 2019ના બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે જીએસએલવી માર્ક – 3વ્રી રોકેટ દ્વારા છોડવામાં આવ્યું. સફળ રીતે પ્રક્ષેપણ કરાયું.પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સતત નજર રાખી હતી અને લોન્ચિંગ સફળ થતાં ઈસરોની ટીમને વધાવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઈસરોની ટીમને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદી પણ ચંદ્રયાન-2ના લોન્ચિંગની દરેક ક્ષણો પર નજર રાખી રહ્યા હતા. તેઓએ કહ્યું આજનો દિવસ 130 કરોડ દેશવસીઓ માટે ગર્વનો દિવસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *