નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ્યુમીનીયમના વાયર ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઇમરાન જુસબ ગગડા રહે.-દાદુપીર રોડ ભુજ તા.ભુજ વાળાએ આજથી બે દિવસ પહેલા રાણારા ગામની સીમમાં ભડલી-કુવાઠડા રોડ નજીક આવેલ કંપનીના સ્ટોરમાથી એલ્યુમીનીયમના વાયર તથા વીજપોલનો અન્ય સામાન ચોરી કરેલ હતી અને ચોરી કરેલ મુદ્દામાલ રાણારા ગામની સીમમા સંતાડી દીધેલ હતો અને હાલે તે મુદ્દામાલ સગે-વગે કરવાની ફિરાકમાં છે. તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબ્જાના રહેલ એક્ટીવા પર રાખેલ સફેદ કલરના કોઠળા જોતા તેમા એલ્યુમીનીયમના વાયર, વિજપોલનો અન્ય સામાન, એલ્યુમીનીયમના ટબ તથા જંપર કોન મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૪૯,૦૦૦/-)

  • એલ્યુમીનીયમના વાયરો વજન આશરે ૨૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૨૦,૦૦0/-
  • એલ્યુમીનીયમના ટબ નંગ-૪૦ કિં.રૂ. ૪૦૦0/-

એલ્યુમીનીયમના જંપર કોન નંગ-૫૦ કિં.રૂ. ૫૦૦૦/-

  • એક્ટીવા જેના રજી.નં. જીજે ૧૨ ઇ.બી. ૪૨૪૦ કિં.રૂ. ૨૦,૦૦૦/-

પકડાયેલ ઇસમ

  • ઇમરાજ ઉર્ફે મેઠુ જુસબ ગગડા ઉ.વ. ૨૭ રહે. દાદુપીર રોડ ભુજ તા.ભુજ જી.કચ્છ
  • નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
  • નખત્રાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૪૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ

૩૦૩(૨) મુજબ

  • આરોપીનો ગુનાહિત ઇતિહાસ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૬/૨૦૧૭ આઇ.પી.સી. ની કલમ ૩૭૯