ભચાઉમાં ગૌરક્ષાનો લલકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા નીકળી ભવ્ય રેલી

ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત આજે ભચાઉ તાલુકામાં ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પાસે મળેલી વિશાળ સભામાં પૂજ્ય સંતોએ ગૌરક્ષા માટે સમાજને જાગૃત થવા હાકલ કરી હતી.

સભા બાદ વિશાળ જનમેદની સાથે રેલી કાઢી મામલતદારને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું હતું.

ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવામાં આવે તેવી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી.

કાર્યક્રમમાં ભગવતગીરીબાપુ, કૃષ્ણાનંદજી બાપુ સહિતના સંતો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા.

અભિયાનના સંયોજક અવિનાશભાઈ જોશીએ ગૌ સન્માનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગૌરક્ષક દળ, બજરંગદળ અને મહિલા મંડળોના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.