ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે થાનગઢમાં વિશાળ સંખ્યામાં ગૌ પ્રેમી સાથે મળીને આવેદનપત્ર આપ્યું

આ કાર્યક્રમ માં થાનગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર મા થી પણ મોટી સંખ્યા માં લોકો જોડાયેલ આ કાર્ય ક્રમ માં રેલી સરું થાય તે પહેલાં સંતો દ્વારા ગાય માતા ને પુજન કરી ત્યાર બાદ રેલી નું પ્રસ્થાન થયેલ ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે થાનગઢમાં વિશાળ સંખ્યામાં ગૌ પ્રેમી સાથે મળીને આવેદનપત્ર આપ્યું હજારો સહી સાથે ગૌભક્તો, સંતો-મહંતો અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અર્પણ

દેશભરમાં આજે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ સાથે વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં સંતો-મહંતો, ગૌપ્રેમીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. આ જ અભિયાનના ભાગરૂપે થાનગઢ શહેરમાં પણ ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ગૌસન્માન કાર્યક્રમ યોજાયો હતો. થાનગઢ તેમજ આજુબાજુના ગામોના હિન્દુ સંગઠનો, ગૌરક્ષકો, જીવદયા પ્રેમીઓ, સાધુ-સંતો અને ગૌભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ગૌમાતા પ્રત્યેની અખંડ આસ્થા અને સંસ્કૃતિના રક્ષણના સંકલ્પ સાથે સૌએ મળીને આશરે 5000જેટલી સહી એકત્રિત કરી હતી.

ત્યારબાદ ‘જય જય ગૌમાતા’ના ગગનભેદી નારાઓ સાથે ભક્તિમય વાતાવરણમાં વિશાળ રેલી સ્વરૂપે સૌ મામલતદાર કચેરી, થાનગઢ ખાતે પહોંચ્યા હતા. ત્યાં માનનીય રાષ્ટ્રપતિશ્રીને સંબોધિત આવેદનપત્ર મામલતદારશ્રીને શાંતિપૂર્ણ રીતે અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંતો-મહંતોએ ગૌસેવાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક છે. ગૌરક્ષા અને ગૌસન્માન એ સમગ્ર સમાજની લાગણી સાથે જોડાયેલો વિષય હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. આયોજકો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે તે દેશના કરોડો ગૌભક્તોની લાગણી છે અને આ માટે આગામી સમયમાં પણ જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.