ભુજના પકડ વોરંટના કામે છેલ્લા ૬(છ) માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આધારે સામાવાળા હિરાલાલ રામજી આહિર રહે. મામા ડબલરોટી વાલા, માધાપર પ્રાયમરી સ્કુલ પાસે, યક્ષ મંદિરની બાજુમાં તા.ભુજ વાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ આધારે મજકુર ઇસમને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ ઇસમ

હિરાલાલ રામજી આહિર રહે. મામા ડબલરોટી વાલા, માધાપર પ્રાયમરી સ્કુલ પાસે, યક્ષ મંદિરની બાજુમાં તા.ભુજ

  • નીચેના પકડ વોરંટમાં નાસતો-ફરતો હતો

નામદારશ્રી ચોથા અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટ ભુજ-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેશ નં.૧૧૧૯૮/૨૦૨૧ ના સજા વોરંટમાં નાસતો-ફરતો હતો.