દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી થયેલ સોલારપ્લેટ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કુલ્લે કિં.રૂ. રૂ.૨૦,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા એરપોર્ટ રીંગરોડ પર ડી-માર્ટ પાસે પહોચતા નિલેશભાઇ ભટ્ટ તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “રબાની કરીમ કોરર રહે.-હંગામી આવાસ ભુજ વાળો તેના કબ્જા ભોગવાટાની કાળા કલરની આઇ ૨૦ ગાડી જેના રજી નં.GJ-03-JL-9888 વડે એક આઇસર ગાડી જેઆ સોલારની પ્લેટો ભરેલ છે તેનુ પાયલોટીંગ કરી રહેલ છે અને તે આઇસર ટેમ્પોમાં ભરેલ સોલાર પ્લેટો તેને તેના મળતીયાઓ સાથે મળીને ચોરી કે છળકપટથી મેળવેલ સોલાર પ્લેટો છે અને તેઓ આ સોલાર પ્લેટો સગેવગે કરવા માટે ભુજ તરફ આવી રહ્યા છે.” તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ચાર ઇસમો મળી આવેલ અને તેના કબ્જાના રહેલ આઇસરના પાછળના ભાગે જોતા તેમા સોલારની પ્લેટો મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૨૦,૮૦,૦૦૦/-)
- સોલાર પેટો નંગ-૨૧૬ કિં.રૂ. ૧૦,૮૦,૦૦૦/-
- આઇસર ટેમ્પો જેના રજી નં.GJ-12-CT-3851 કિં.રૂ. ૭,૦૦,000/-
- હ્યુન્ડાઇ કંપનીની આઇ ૨૦ ગાડી જેના રજી નં.GJ-03-JL-9888 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-
પકડાયેલ આરોપીઓ
- રબાની કરીમ કોરાર ઉ.વ. ૨૩ રહે. હુસેની ચોક પાસે હંગામી આવાસ ભુજ
ઇશ્વર હરજી મારવાડા ઉ.વ.૨૩ રહે.-જી.આઇ.ડી.સી. સામે નાગોર રોડ ભુજ
- રઝાક અલીમામદ કુંભાર ઉ.વ.૨૦ રહે.-જાબુડી ચકાર કોટડા તા.ભુજ
અસગર ઉર્ફે ભાવલો કાસમ સૈયાદ ઉ.વ.૨૩ સંજયનગરી જી.આઇ.ડી.સી. રોડ ભુજ
:• પકડવાના બાકી આરોપી
- બળવંતસિંહ સોઢા (સિક્યોરીટી ગાર્ડ)
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- દયાપર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ