કેરા લેવા પટેલ સમાજ ખાતે તા,9/5/2026 ના રોજ 14 માં સમૂહ લગ્ન યોજાયા

કેરા લેવા પટેલ સમાજ ખાતે તા,9/5/2026 ના રોજ 14 માં સમૂહ લગ્ન યોજાયા જેમાં કેરા,બળદિયા,નારાણપર,દહીસરા,ગેલડા તેમજ નાગલપુર સહિત ગામોના 4 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા જેમાં 8 તારીખે રાત્રે 9 કલાકે ઠાકોરજી ની પધરામણી સાથે રાસોત્સવ યોજાયો હતો 9 તારીખે સવારે 7.30 કલાકે ગણેશ સ્થાપના 8.30 કલાકે માંડવા રોપણ 10 કલાકે હસ્તમેળાપ 11 કલાકે સત્કાર સમારંભ 12 કલાકે ભોજન સભારણ તેમજ 3 કલાકે કન્યા વિદાયમાન યોજાયું હતું લગ્નના મુખ્ય યજમાન રવજીભાઈ ગોવિંદ વરસાણી (મોશી ટાન્ઝાનિયા) રયા હતાં