કચ્છ લોકસભા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૪છઠ્ઠા દિવસ ની મેચ તારીખ 08/05/2026

લોકસભા તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ
ટુર્નામેન્ટ સીઝન – 4 આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક
કચ્છનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી – માળીયા લોકસભા
ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા.03/05/2026 નાં સાંજે 06:00
કલાક થી પ્રારંભ થતી આ ક્રિકેટ મેચમાં 400 થી વધુ ટીમો ભાગ લઈ રહી છે.
આ કાર્યક્રમમાં દરરોજ નામી અનામી કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ – અધિકારીશ્રીઓ –
પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહન સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકો ને
ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા જણાવ્યું હતું.
આ સાથે તારીખ 08/05/2026 ના છઠ્ઠા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ
“શિવજી ૧૧ સરસપર” અને ”એ.બી. ૧૧ ભારાસર” વચ્ચે રમાઇ જેમાં “એ.બી. ૧૧ ભારાસર” ની જીત થઇ હતી. બીજી
મેચ “જય ભાલારા ૧૧ માધાપર” અને “મોગલ ૧૧ ભુજ” વચ્ચે રમાઇ જેમાં “જય ભાલારા ૧૧ માધાપર” વિજેતા થઇ
હતી. ત્રીજી મેચ “પાટીદાર ૧૧ માધાપર” અને “પી૩ ૧૧ માધાપર” વચ્ચે રમાઇ હતી. જેમાં “પી૩ ૧૧ માધાપર” વિજેતા
થઇ હતી. ચોથી મેચ “કે.પી.પી. ૧૧ ખાવડા” અને “ન્યુ સ્ટાર ૧૧ ભુજ” વચ્ચે રમાઇ જેમાં “ન્યુ સ્ટાર ૧૧ ભુજ” ની જીત
થઇ હતી. પાંચમી મેચ “કિંગ ૧૧ અંજાર” અને “બ્રધર્સ ૧૧ ભીડ ગેટ” વચ્ચે રમાઇ જેમાં “બ્રધર્સ ૧૧ ભીડ ગેટ” વિજેતા
થઇ હતી. છઠ્ઠી મેચ “એમ.એન.ફાઈટસ ૧૧ ગાંધીધામ” અને “ફ્રેન્ડસ ૧૧ દહીસરા” વચ્ચે રમાઇ જેમાં “એમ.એન.ફાઈટસ
૧૧ ગાંધીધામ” વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ ઉપરાંત તા.૦૮/૦૫/૨૦૨૬ ના ભુજ તાલુકાના મિરજાપર ગામે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ચોથા દિવસની પ્રથમ મેચ “ક્રિકેટ ૧૧” અને “આર્મી ૧૧ ભુજ” વચ્ચે રમાઇ. બીજી મેચ “એ.સી.એ. ટાઈગર્સ ભુજ”
અને “માહીરા ૧૧ ભુજ” વચ્ચે રમાઈ, ત્રીજી મેચ “નાઝ બી ૧૧ કુકમાં” અને “ત્રિકમ સાહેબ ૧૧” વચ્ચે રમાઈ, ચોથી મેચ
“બાઉખા સમા ૧૧” અને “પ્રેમ સાગર ૧૧ ભુજ” વચ્ચે રમાઈ, પાંચમી મેચ “ZZZ ૧૧ ભારાપર” અને “ચાવડા બ્રધર્સ ૧૧
કોડકી” વચ્ચે રમાઈ જયારે છઠ્ઠી મેચ “વોન્ટેડ ૧૧ ભુજ” અને “માહી ૧૧ ભુજ” વચ્ચે રમાઈ હતી. આ મેચો દરમ્યાન
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.