અમેરિકાની સંઘીય વેપાર અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ઝટકો

copy image

copy image

અમેરિકાની સંઘીય વેપાર અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપતાં 10 ટકાના વૈશ્વિક ટેરિફને ગેરકાયદે ઘોષિત કરી દીધો હતો. મળતી માહિતીઅનુસાર અદાલતે 2-1ના બહુમતથી ફેંસલો આપતાં જણાવ્યું હતું કે, આ ટેરિફ 1974ના વેપાર કાયદા હેઠળ યોગ્ય નથી. પ્રશાસન પાસે કોંગ્રેસની મંજૂરી વગર આટલા પ્રમાણમાં ટેરિફ લાગુ કરવાનો અધિકાર નથી તેવું ફેડરલ કોર્ટે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતે સ્પષ્ટ કહી દીધું હતું કે, ચાલુ વર્ષની શરૂઆતમાં લગાવાયેલો આ ટેરિફ અમાન્ય છે. પ્રશાસને 1974ના વેપાર કાયદાની કલમ 122ના સંદર્ભ સાથે તર્ક આપ્યો હતો કે, અમેરિકા 1.2 લાખ કરોડ ડોલરના નુકસાનનો સામનો કરી રહ્યું છે. જો કે, આ તર્ક ફગાવતાં કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારનું વેપાર નુકસાન કાયદાની કોઇ શરતને પૂરી નથી કરતું. અદાલતે માન્યું હતું કે, સરકારે સંસદ દ્વારા અપાયેલી શક્તિઓનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, એક જજે ટ્રમ્પનો પક્ષ લીધો હતો. વૈશ્વિક પુરવઠા સાંકળ પર નિર્ભર નાના વેપારીઓએ અદાલતના ફેંસલાનું સ્વાગત કરતાં કંપનીઓની જીત લેખાવ્યો હતો.