ઈન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ઉપર એક ભયાનક ઘટના
copy image

ઈન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ઉપર એક ભયાનક ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ સ્થળે ચેતવણી હોવા છતાં 20 પર્વતારોહી ઉપર ગયા હતા. તેવામાં અચાનક જ્વાળામુખી ફાટયો હતો અને જોતજોતામાં આકાશ રાખ અને ધુમાડાથી ભરાયું હતું. આ બનાવમાં ત્રણ લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. મૃતકોમાં બે પર્યટક સિંગાપુરના હતા. મળતી વિગત પ્રમાણે ઈન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ હાઈકર્સે જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓ અનુસાર મૃતકોમાં બે સિંગાપુરના નાગરિક અને એક સ્થાનિક વ્યક્તિ સામેલ છે. આ લોકો એવા સ્થળે પહોંચ્યા હતા જે પ્રતિબંધિત વિસ્તાર હતો. હાઈકર્સ પહાડ ઉપર પહોંચતા જ તેમાંથી 10 કિમી ઉંચો રાખના ગોટેગોટા ઉઠયા હતા. આ બનાવ બન્યો ત્યારે કુલ 20 હાઈકર્સ ત્યાં હતા. જેમાંથી 15 સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. જ્યારે બે હજી પણ લાપતા છે.