અમેરિકી સેનાએ ફરીવાર ઇરાન પર નિશાન સાધતાં બોમ્બ હુમલો

copy iamge

copy image

યુદ્ધ ખતમ કરવાના પ્રયાસો વચ્ચે અમેરિકી સેનાએ ફરીવાર ઇરાન પર નિશાન સાધતાં બોમ્બ હુમલો કર્યો હતો.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઓમાનની ખાડીમાં ઇરાની તેલ ટેન્કરોને નિશાન બનાવી હુમલો કર્યો હતો . યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાએ આ કાર્યવાહી કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઇ રહેલાં તેલ ટેન્કર પર નિશાન સાધ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચેતવણી આપી હતી કે, ઇરાન સમજૂતી નહીં કરે તો અમે ફરી હુમલા કરીશું. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇરાને અમેરિકાના જહાજો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે ગોળીબાર થયો હતો. અમેરિકાએ ઇરાનને ખરાબ રીતે તબાહ કરી નાખતાં નાનકડી નૌકાઓને ડૂબાડી દીધી હતી. અમે ઇરાનને પરમાણુ હથિયાર રાખવાનો અધિકાર નહીં આપીએ અને તે મુદ્દે તેહરાને સહમતી પણ બતાવી દીધી છે, તેવું ટ્રમ્પે કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સમુદ્રી એજન્સી આઇએલઓના મહાસચિવ આર્સેનિયો ડોર્મિગેઝે જણાવ્યું હતું કે, હોર્મુઝ સંકટના કારણે ખાડી ક્ષેત્રમાં લગભગ 1500 જહાજ ફસાઇ ગયાં છે.