ગાંધીધામ ચેમ્બરના પ્રયાસ થકી ભુજ-મુંબઈ રૂટની નવી હવાઈ સેવાનો પ્રારંભ

copy image

copy image

ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સતત પ્રયાસો થકી  સ્ટાર એર દ્વારા ભુજ-મુંબઈના રૂટે અઠવાડીયામાં બે વખત નવી હવાઈ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. આ સેવાથી અનેક લોકોને લાભ મળશે. કચ્છના વેપાર-ઉદ્યોગ,પ્રવાસન અને વૈશ્વિક કનેકટીવીટીને નવી દિશા આપવા માટે સ્ટાર એર ધ્વારા  આગામી 20 મે થી ભુજ-મુંબઈ વચ્ચે અઠવાડીયામાં બે દિવસ નિયમિત હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટાર એર દ્વારા આ સેવા માટે ચેમ્બરના સભ્યો માટે જીસીસીઆઈ500 ના પ્રોમો કોડ સાથે  રૂા.500 સુધીનુ વિશેષ વળતર આપવામાં આવશે.જેને લઈને કંડલા-ગાંધીધામ સંકુલ સહિત કચ્છભરમાં આનંદની લાગણી પ્રસરી હતી.અપુરતી હવાઈ સેવાના કારણે કચ્છના વિકાસમાં અવરોધરૂપ અનેક પ્રશ્નો ઉદભવતા હતા. ચેમ્બર દ્વારા સતત રજૂઆતો  કરી હતી. તેમજ એવિએશન મંત્રાલય સુધી સક્રિય અનુકરણ કર્યું હતું.જેના  સકારાત્મક પરીણામ મળ્યા હતા. ચેમ્બરના મંત્રી મહેશ તિથાર્ણીએ કહયુ હતુ કે મુન્દ્રાથી દિલ્હી અને મુંબઈ ફલાઈડ બાદ  હવે સ્ટાર એર દ્વારા શરૂ કરાયેલ ભુજ-મુંબઈ હવાઈ સેવા કચ્છના વિકાસના નવા દ્વાર ખોલવા માટે ઉપયોગી સાબિત થશે. સ્ટાર એરના  ચેરમેન સંજય ઘોડાવતનો વિશેષ આભાર વ્યકત કરીને કચ્છમાં વધુ શહેરોને જોડતી નિયમિત ફલાઈટની સેવા શરૂ  કરવા અને ખાસ કરીને કંડલા સંકુલને હવાઈ  પરીવહનમાં વધુ પ્રાધન્ય મળે તેવી રજૂઆત કરાઈ હતી.