દેશમાં ચોમાસું હવે દૂર નહીં : પહેલી જૂને કરશે પધરામળા
copy image

ચાલુ વર્ષે મે મહિનામાં ભારતના મોટા ભાગના હિસ્સામાં કાળઝાળ ગરમી છે ત્યારે નૈઋત્યનુ ચોમાસું સમય ઉપર જ આવશે તેવા સારા સંકેત મળી રહ્યા છે તેવામાં ઘણા લોકો નહીં જાણતા હોય કે ભારતનાં ચોમાસાંનો રસ્તો ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં વરસાદની ઋતુ પૂરી થવાની સીધી અસર ભારતના ચોમાસા ઉપર પડે છે. ભારતના હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં આગામી સાત દિવસમાં વરસાદ થશે. મે મહિનામાં ચોમાસા પહેલાં ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થાય છે અને આ એક મોટો સંકેત છે કે વરસાદ સાચા રસ્તે છે.ચોમાસું કેરળના તટે 1 જૂન આસપાસ આવે છે જે તેનો નક્કી સમય છે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતમાં વર્તમાન સમયે ક્યારેય ભારે ગરમી તો ક્યારેય અચાનક ગાજવીજ, વીજળી અને કરા પડી રહ્યા છે. આ પ્રક્રિયા ચોમાસા પહેલાના બદલાવનો સંકેત છે.