તામિલનાડુમાં અંતે થલાપતિને વિજયતિલક કરાયો

copy image

copy image

કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઈ (એમ) બાદ શનિવારે સાંજે વીસીકે અને આઇયુએમએલ તરફથી પણ સમર્થન મળી જતાં 108 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા તમિલ ગાવેત્રી કડગમ પક્ષની સરકાર રચાવા માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે. એટલે હવે અભિનેતામાંથી નેતા બનીને પહેલીવાર ચૂંટણી લડેલા વિજય થલાપતિ રવિવારની સવારે 10 વાગ્યે ચેન્નાઈનાં જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં રાજ્યના નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.વિજય શનિવારે સાંજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને લોકભવનમાં મળીને સરકાર રચવા માટે 121 ધારાસભ્યનું સમર્થનપત્ર આપ્યું હતું. ચાર દિવસ બાદ આખરે રાજ્યપાલે વિજયને સરકાર રચવાની મંજૂરી આપી હતી. ટીવીકેએ 234 સભ્યની વિધાનસભામાં 108 બેઠક જીતી છે, જેમાંથી બે બેઠક વિજયે જીતી હતી. આખરે ટીવીકેની સરકાર રચાવાના પક્ષમાં રચાયેલાં સમીકરણો સાથે દાયકાઓથી દક્ષિણ ભારતીય રાજ્યમાં `એકચક્રી’ શાસન કરી રહેલી દ્રવિડ રાજનીતિના યુગનો અંત આવી જશે. ચૂંટણીમાં દ્રમુક સાથે જોડાણ કરીને પાંચ બેઠક જીતનાર કોંગ્રેસે પરિણામોનો પવન જે દિશામાં ફૂંકાય, તે દિશામાં જતાં દ્રમુક સાથે છેડો ફાડીને વિજયના પક્ષને સમર્થન આપવાનો ફેંસલો કર્યો હતો.આમ, કોંગ્રેસ, ડાબેરીઓ સહિત બીજા બે નાના પક્ષોનું થલાપતિ વિજયના પક્ષ ટીવીકેને સમર્થન મળી જતાં દ્રવિડ રાજનીતિના દિગ્ગજ પક્ષો દ્રમુક અને એઆઇએડીએમનું જોડાણ સાધી સરકાર રચવાનું સ્વપ્ન રોળાઇ ગયું છે. દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વિપક્ષ તરીકેની ભૂમિકાનો સ્વીકાર કરતાં વિજયના વડપણવાળી સરકાર માટે શુભેચ્છા આપી હતી. અંતે તામિલનાડુમાં થલાપતિને વિજયતિલક