ભચાઉ સીમ વિસ્તારમાં કોપર વાયરોની તસ્કરી
copy image

ભચાઉ સીમ વિસ્તારમાં કોપર વાયરોની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જૂના કટારિયામાં સર્વે નં 286/2માં તેમજ ચાંદ્રોડી સીમ વિસ્તારમાં કુલ 1.38 લાખના કોપર વાયરોની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.