ભુજમાં ઘરથી દૂર ફૂટપાથ પર સૂઈ રહેલ બે નાની છોકરીઓને ૧૮૧ અભયમ ટીમે પરિવારને મળાવી

તા-9/5/2026 ના રાત્રે ૧૨.૩૦ વાગ્યે જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈન માં ફોન કરીને જણાવેલ કે,બંદ દુકાનોની આગળ ફૂટપાથ ઉપર આશરે ૪,૫ વર્ષની દીકરીઓ એકલી સૂતી હોય જેથી બન્ને દીકરીઓ સાથે અણબનાવ ન બને તે હેતુસર મદદ કરી આપો જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ (કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ, WPC ચંદ્રિકાબેન ગેહલોત તથા પાયલોટ કુલદીપસિહ વાઘેલા) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને બંને દીકરીઓ સૂતી હતી તેમને જગાડીને પોતાના માતા પિતાનું નામ પૂછતાં તેઓએ નામ જણાવેલ અને એડ્રેસ પૂછતાં રેલવેસ્ટેશન બાજુ જણાવતા રાત્રી દરમ્યાન ૧૮૧ ટીમ રેલવેસ્ટેશન તરફ દીકરીઓને સાથે રાખીને જુપડપટ્ટી વિસ્તારમાં અનેક માણસો સાથે પૂછપરછ કરી અને તેઓનો એડ્રેસ મળતા તેમના માતાપિતા પાસે પહોંચેલ અને બંને દીકરીઓને પોતાના માતા-પિતા સાથે સહી સલામત મિલાપ કરાવેલ તેમજ બીજી વખત એવું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચન કરેલ છે.