જો કિમની હત્યા થઈ તો અણુ હુમલો : ઉત્તર કોરિયાએ બંધારણ બદલ્યું
copy image

જો ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉનની હત્યા થાય છે અથવા કોઈ વિદેશી હુમલા દરમિયાન તેઓ નેતૃત્વ કરવાની સ્થિતિમાં ન હોય, તો ઉત્તર કોરિયા તરત જ પરમાણુ હુમલો કરશે તેવી ઉત્તર કોરિયાએ તેના બંધારણ અને પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરી હતી. મળતી માહિતી અનુસાર આ ફેરફાર માર્ચમાં તેહરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ પછી કર્યો હતો. એક મીડિયા અહેવાલ અનુસાર , ઉત્તર કોરિયાને ડર સતાવવા લાગ્યો છે કે, ભવિષ્યમાં આવી `ડિક્ટેપિટેશન સ્ટ્રાઈક’ એટલે કે ટોચના નેતૃત્વને ખતમ કરતો હુમલો તેની વિરુદ્ધ પણ જઈ શકે છે. તેથી તેના બંધારણ અને અણુનીતિમાં બદલાવ કરાયો છે. આ નવી જોગવાઈ 22 માર્ચે પ્યોંગયાંગમાં શરૂ થયેલા 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના પ્રથમ સત્ર દરમિયાન આપનાવાઈ હતી. સિઓલ સ્થિત કૂકમિન યુનિવર્સિટીમાં ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર આન્દ્રેઈ લાંકોવે કહ્યું હતું કે, ઈરાન પર થયેલું ઓપરેશન ઉત્તર કોરિયા માટે એક મોટો ચેતવણી સંકેત બની ગયું છે.