ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી પ્લાય બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી પ્લાય બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર કંપની આગની લપેટમાં આવી. આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં રહેલું પ્લાયવુડનું રો-મટીરિયલ તેમજ મોંઘી મશીનરી આગમાં બળીને ખાખ થયા હતા આગ લાગતા જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો. આગની તીવ્રતા વધુ હોવાને કારણે અન્ય 5 ફાયર સ્ટેશનોની મદદ પણ લેવામાં આવી તેમજ સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી આ બનાવ અંગે હાલમાં ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી