ઈરાન ઈચ્છે છે યુદ્ધનો કાયમી અંત

copy image

copy image

યુદ્ધનો અંત આવે તેવી આશા બંધાવતા ઈરાને રવિવારે યુદ્ધવિરામ અંગે અમેરિકી પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ઈરાન વાતચીતના નવા દોરમાં કાયમી ધોરણે યુદ્ધના અંત પર ધ્યાન કેન્દ્રિત કરાય તેવું  ઈચ્છે છે. ઈરાનની સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ઈરાને મધ્યસ્થતામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો દેખાડો કરતાં પાકિસ્તાનનાં માધ્યમથી અમેરિકાને જવાબ મોકલ્યો હતો. ઈરાન લેબેનોન સહિત તમામ મોરચે યુદ્ધનો કાયમી અંત ઈચ્છે છે. બધું જ સારી રીતે વાતચીતમાં પાર પડી જાય તો હોર્મુઝ ખૂલી જાય અને દુનિયામાં ઊર્જા સંકટે ફેલાયેલા ઉચાટનો પણ અંત આવી શકે. અગાઉ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સએ અમેરિકાને આકરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ફારસની ખાડી કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની તેલ ટેન્કરો અને વેપારી જહાજો પર ફરી હુમલો થશે, તો અમેરિકી ઠેકાણાઓ અને જહાજો પર ભારે હુમલા કરાશે. અમેરિકાને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સમય તમારાથી વિરુદ્ધ ચાલી રહ્યો છે. આગળ વધીને પોતાનો મુશ્કેલીમાં ન નાખજો.