ભારતીય બનાવટનો વિદેશીદારૂનો કુલ્લે કિં.રૂ. ૨,૫૮,૨૨૫/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી lcb પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા જીવરાજ ગઢવી તથા સુનિલભાઇ પરમાર તથા જયદેવસિંહ જાડેજા તથા રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શેખપીર ચોકડી ચાર રસ્તા પાસે પહોંચતા જયદેવસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જીગર ભાનુશાલી તથા ભાવેશ ભાનુશાલી રહે બન્ને.વાપી વાળાઓ પોતાના કબ્જાની બે અલગ-અલગ ફોર વ્હીલર જેમા એક ટાટા ઇન્ડીકા રજી.નં.જીજે-૧૫-એડી-૬૦૧૭ તથા બીજી ટોયોટા ઇનોવા રજી.નં.જીજે-૦૫-સીએફ-૦૭૭૬ વાળી બન્ને ગાડીમાં ચોર-ખાના બનાવી તે ચોરખાનામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી અને વાપીથી ભુજ તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી પધ્ધર સ્ટેશનમાં ગુ.૨.નં.૨૯૫/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની ૬૫(એ)(ઇ),૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ પધ્ધર પોલીસ સ્ટેશન પોલીસ ખાતે સોપવામાં આવેલ. કલમ
- કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૫,૭૮, ૨૨૫/-) ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩૮ તથા ૧૮૦ એમ.એલ. ના અલગ-અલગ બ્રાન્ડના કુલ્લે કવાટરીયા નંગ-૭૯૮ જેની કી.રૂા.૨,૫૮,૨૨૫/-એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૪ કી.રૂ. ૨૦,૦00/- ફોર વ્હીલર નંગ-૦૨ કી.રૂ.૩,૦૦,000/-
** હાજર મળી આવેલ આરોપી: જીગર પ્રવિણકુમાર ભાનુશાલી ઉ.વ.૨૬ રહે. ઇ/૧૧૮ ઓમકાર સોસાયટી ગુંજન વાપી જી.વલસાડ 2. ચેતન મનજીભાઇ ભાનુશાલી ઉ.વ.૨૬ રહે. ૪૦૫,એ વીંગ ક્રિષ્નાકુંજ સોસાયટી છરવાડા ગુંજન વાપી જી.વલસાડ 3.ભાવેશ શંકરલાલ ભાનુશાલી ઉ.વ.૫૪ રહે. ઇ/૧૧૮ ઓમકાર સોસાયટી ગુંજન વાપી જી.વલસાડ 4.ધર્મેશ નરેન્દ્રભાઇ પંચાલ ઉ.વ.૪૫ રહે. શાંતીવન રડી/૪૧૫ રાહીઝા ટાઉનશીપ સાઈ બાબા મંદીર પાસે મલાડ ઇસ્ટ મુંબઇ
ગુનાહીત ઈતિયાસ જીગર ભાનુશાલી: વલસાડ રૂરલ પોસ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૦૦૨૦૦૨૧૨ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫ (એ) (ઇ), ૮૧,૯૮(૨) મુજબ