સોમનાથ ધરતી ગજવી – PM મોદીના ભવ્ય રોડ શોની શરૂઆત, જનમેદની ઉમટી પડી

સૌરાષ્ટ્રમાં સોમનાથ ની પાવન ધરતી આજે ફરી એકવાર ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોની શરૂઆત થતાં જ આખું સોમનાથ મોદીમય બની ગયું.
રસ્તાની બંને બાજુ માનવ મહેરામણ ઉમટ્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી, માતા-બહેનો હાથમાં કેસરિયા ધ્વજ લઈને ઉભી હતી. મોદી મોદીના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ફૂલોની વર્ષા થઈ, ઢોલ-નગારાં વાગ્યા, જાણે દિવાળીનો માહોલ સર્જાયો.
વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલતા હતા. લોકોના પ્રેમ અને ઉત્સાહ જોઈને મોદી સાહેબ પણ ભાવુક થઈ ગયા. હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું.
સોમનાથની ધરતી અને મોદી સાહેબનો સંબંધ ખૂબ જૂનો છે. અહીંથી જ એમની રાજકીય યાત્રાને નવી દિશા મળી હતી. આજે ફરી એ જ ધરતી પર લોકોનો પ્રેમ જોવા મળ્યો.
રોડ શો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર સજ્જ હતું.
સોમનાથ આજે કેસરિયો રંગે રંગાયો છે. દરેક ચહેરા પર ખુશી છે, દરેક દિલમાં ઉત્સાહ છે. આ રોડ શો ગુજરાતના રાજકારણમાં નવો ઇતિહાસ લખશે એ નક્કી છે.