ભુજ નગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું ટેક્સ કલેક્શનનું કામ શરુ કરવામાં આવ્યું.

તા. ૦૮.૦૪.૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના વેરાવસુલાત કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીની યોજના અનુસાર ઓફલાઈન પેમેન્ટમાં મિલકત વેરા પર ૧૦% રીબેટ સાથે શરૂઆત કરવામાં આવી હતી, આ યોજનાનો શહેરીજનોએ પ્રથમ દિવસે ઉત્સાહભેર લાભ લીધો હતો.
ભુજ નગરપાલિકામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નો વેરો ભરનાર પ્રથમ ૦૫ જાગૃત નાગરિકો ૦૧. નીતિનકુમાર રમેશચંદ્ર મહેતા. ૦૨. અનિલ કપુરચંદ શેઠ, ૦૩. પ્રેમીલાબેન પ્રદીપભાઈ દવે, ૦૪. પુષ્પાબેન ઈશ્વરલાલ બુધ્ધભટ્ટી અને ૦૫. જ્યોતિબેન લહેરીકાંત સોનીનું નગરપાલિકા દ્વારા આભાર પ્રકટ કરી અભિવાદન કરવામાં આવે છે તેમજ અન્ય નાગરિક આવો ઉત્સાહ બતાવી સરકારશ્રી દ્વારા જે મિલકત વેરા પર ૧૦% રીબેટની જોગવાઈ કરવામાં આવી છે તેનો લાભ મેળવે તેવી અરજ કરવામાં આવે છે. આવનારા દિવસોમાં આપ આપના વેરા ભરી આ યોજના જે ૩૦મી જુન સુધી રહેશે તેનો લાભ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનો