અબડાસાના દરિયાકાંઠેથી બિનવારસી AIS સિસ્ટમ તેમજ ડ્રોનનો ભંગાર મળ્યો

copy image

અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓને દરિયામાં તણાઈને આવેલી બિનવારસી વસ્તુ મળી આવી છે.મળતી માહિતી અનુસાર સોમવારના સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ, અને જખૌ મરીન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓએ ખીદરત ટાપુ પર સંયુક્ત પેટ્રાલિંગમાં હતા તે દરમિયાન, તેઓને એક બિનવારસી અઈંજ (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) મળી આવી હતી. પ્રાથમિક તપાસ અનુસાર , આ સોલર બેઝ્ડ અને સેટેલાઇટ આધારિત ઇક્વિપમેન્ટ દરિયામાં લોકેશનટ્રેક કરવા માટે વપરાય છે. આ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ડીપ-સી ફાશિંગજહાજોમાં થતો હોય છે, જે દરિયાની ઊંડાઈ, માછલીનો જથ્થો અને જાળ ક્યાં સુધી પહોંચીછે તેની માહિતી પૂરી પાડે છે. જોકે, ગુજરાતના દરિયાકાંઠે આવા ઇન્ટરનેશનલસિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે થતો નથી.

બીજી એક ઘટનામાં, સ્ટેટ આઈ.બી., જખૌ મરીન પોલીસ, બી.એસ.એફ. અને એસ.ઓ.જી.ના જવાનો સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં સંયુક્ત પેટ્રાલિંગમાં હતા તે દરમિયાન તેમને દરિયામાં તણાઈને આવેલો એક સફેદ રંગનો, આશરે 4 ફૂટ લાંબો અને 1 ફૂટ પહોળો ડ્રોનનો તૂટેલો પાંખડો મળ્યો હતો. આ બંને બિનવારસી વસ્તુઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે કે આ વસ્તુઓ ક્યાંથી આવી અને તેનો હેતુ શું હતો.. તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે