અસામાજિક તત્વ તથા અન્ય ઇસમો દ્વારા કોઠારા,ભેદી ગામમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરતી પશ્વિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ તથા અબડાસા તાલુકા વહીવટી તંત્ર.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજ તથા સુન્ની મનિષા દેસાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નલીયા વિભાગ, નલીયા નાઓએ અસામાજીક તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપેલ હોય તેમજ સીમાવર્તી વિસ્તાર હોય જે સુરક્ષાની દ્રષ્ટીએ ધ્યાનમાં લઈને સુશ્રી મનિષા દેસાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નલીયા વિભાગ, નલિયા દેખરેખ હેઠળ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ
જે અનુસંધાને PI પી.કે. રાડા કોઠારા પો.સ્ટે. તથા કોઠારા પોલીસ સ્ટાફ તથા કોઠારા જુથ ગ્રામ પંચાયત તથા અબડાસા તાલુકા વહીવટી તંત્ર સાથે મળી તા-૧૧/૦૫/૨૦૨૬ થી તા-૧૨/૦૫/૨૦૨૬ નારોજ અસામાજીક તત્વ તથા અન્ય ઇસમો દ્વારા કરેલ ગેરકાયદેસર ગૌચર દબાણ દુર કરવા માટે અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની ગૌચર જમીન જેના સરકાર સર્વે નં-૮૭૧,૮૭૨,૮૭૩,૮૭૪,૯૪૭,૯૪૪,૯૪૫,૯૪૬ પૈકીના જામીનમાં ખેતી માટે કુલ્લ અલગ અલગ પર ઇસમો દ્વારા કરવામાં આવેલ દબાણ કુલ્લ ૧૪૦૦ એકર જેની ફુલ્લ કિંમત રૂપીયા ૪૨૦,૦૦૦,૦૦૦/-નો અસામાજીક તત્વો તેમજ અન્ય ઇસમો દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણ હટાવી કાયદેસરની કાર્યવાહી કરી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
