કંડલાના દરિયામાં કૂદકો મારીને વૃદ્ધે જીવન ટૂંકાવ્યું
copy image

કંડલામાં પોર્ટ ઉપર જેટી નંબર-9 પાસે કિડાણાના 65 વર્ષીય એ દરિયામાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કિડાણાની સેવન સોસાયટીમાં રહેનારા વૃદ્ધ બપોરે કંડલા હતા, કંડલા પોર્ટની જેટી નંબર-9 પાસે ગયા હતા, જ્યાં તેમણે દરિયામાં કૂદકો મારતાં ડૂબી જવાથી મોત થયું હતું. આ વૃદ્ધ અહીં શું કરવા આવ્યા હતા અને તેમણે કેવા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તે સહિતની આગળની વધુ તપાસ કંડલા પોલીસે હાથ ધરી છે.