ગાંધીધામના ટાગોર રોડ વિસ્તારમાં જમ્પર હટાવાયા બાદ વધુ એક ગંભીર અકસ્માત

ગાંધીધામના ટાગોર રોડ વિસ્તારમાં જમ્પર હટાવાયા બાદ વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ડો. હેમાંગ પટેલ સામે છકડા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પાછળ બેઠેલ 72 વર્ષીય પદમા કેશવાણી નામની મહિલાનું દુખદ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.