રાપરના ફતેહગઢ-નર્મદા કેનાલ પાસે ગાડીમાંથી રૂા. 5,16,660ના શરાબનો જથ્થો ઝડપાયો

daru2

copy image

copy image

રાપર પોલીસે રણ માર્ગે  કચ્છમાં દારૂનો જથ્થો લાવવાનો કારસાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે રાપર તાલુકાના ફતેહગઢ-નર્મદા કેનાલ  પાસે ગાડીમાંથી રૂા. 5,16,660ના શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. મઢુત્રા રણમાંથી  દારૂ ભરેલી ગાડી ફતેહગઢ-નર્મદા કેનાલથી આવવાની હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રાત્રિના ત્રણ વાગ્યાના સમયાંતરે વોચ ગોઠવી હતી. દરમ્યાન પોલીસે  ફોર્ચ્યુનર ગાડીને  રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે ગાડી ઊભી રાખવાની જગ્યાએ પૂરઝડપે પાછળની તરફ દોડાવી હતી. આ ગાડીને કેનાલના લોખંડના પાઈપ સાથે અથડાવીને અંધારાનો લાભ લઈને ચાલક રફુચક્કર થઈ ગયો હતો.પોલીસે આ વાહનની  છાનબીન કરી તેમાંથી ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયર સહિત  કુલ 3684 બોટલ હસ્તગત લીધી હતી. આ કાર્યવાહીમાં રૂા. 10 હજારનો  મોબાઈલ ફોન તથા  આઠ લાખની ગાડી સાથે કુલ રૂા. 13,26,660નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓને પકડી  પાડવા સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે.