અમેરિકામાં એર-શો દરમિયાન હવામાં સામસામે ટકરાતાં બે યુદ્ધવિમાન તૂટી પડયાં
copy image

અમેરિકામાં એર-શો દરમિયાન હવામાં સામસામે ટકરાતાં બે યુદ્ધવિમાન તૂટી પડયાં હતાં. બેય વિમાનમાં સવાર ચાર ક્રૂ સભ્ય દુર્ગટનાની થોડી સેકંડ પહેલાં બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં ચાર પેરાશૂટ દેખાય છે. માઉંટેન હોમ એરફોર્સ બેઝ પ્રવક્તાએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ તરત બેઝને લોકડાઉન કરી દેવાયા હતા. તપાસ હાથ ધરાઇ છે, પરંતુ પ્રારંભિક રીતે પાઈલટની ભૂલથી દુર્ઘટના સર્જાઇ હોવાનું જણાયું હતું. ગનફાઇટર સ્કાઇઝ એર-શો આઠ વર્ષ બાદ થઇ રહ્યો હતો. સૈન્ય વિમાનોનાં હવાઇ કરતબો જોવા હજારો લોકો ઊમટયા હતા.