ડો. કાયનાત અંસારી આથાની આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ, ઉપપ્રમુખ તરીકે વરણી

ડો. કાયનાત અંસારી આથાની આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ, ઉપપ્રમુખ તરીકે વરણી
તેમના દ્વારા અસરકારક રીતે કચ્છની જનતાનો અવાજ ઉપાડતા પ્રદેશ નેતૃત્વ દ્વારા પ્રદેશ કક્ષાની જવાબદારી સોંપાઇ : નવી જવાબદારી બદલ કચ્છ સહિત રાજ્યભરમાંથી આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે।
ગાંધીધામ : આમ આદમી પાર્ટી દ્વારા ડો. કાયનાત અંસારી આથાને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. કચ્છના યુવા અને જનહિતના પ્રશ્નો માટે સક્રિય નેતા તરીકે ઓળખ ધરાવતા ડો. કાયનાત અંસારી આથાની આ નિમણૂકથી કચ્છ જિલ્લાના કાર્યકરો અને જનતામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ડો. કાયનાત અંસારી આથાની પ્રદેશ કક્ષાએ નિમણૂક થતાં હવે કચ્છના લોકોના પ્રશ્નો અને જનતાનો અવાજ વધુ અસરકારક રીતે રાજ્ય સ્તર સુધી પહોંચી શકશે તેમજ જનહિતના મુદ્દાઓને મજબૂતીથી રજૂ કરી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમણે પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી બદલ પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય માણસના હિત, જનસેવા અને ગુજરાતના વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરતા રહેશે.
ડો. કાયનાત અંસારી આથાને તેમની નવી જવાબદારી બદલ કચ્છ સહિત રાજ્યભરમાંથી આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો તરફથી ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.