હોર્મુઝ ખોલાવવા નાટોની લશ્કરી પગલાં લેવા તૈનાત

copy image

ai generated image

પશ્ચિમ એશિયાનાં સંકટમાં એક એટલો મોટો વળાંક આવી રહ્યો છે જે હવે આ યુદ્ધને વિશ્વયુદ્ધમાં પલટાવી નાખવા સક્ષમ છે. નાટોએ જણાવ્યું છે કે, જો જુલાઈ સુધીમાં હોર્મુઝ જળમાર્ગ નહીં ખુલે તો પછી તે સૈન્ય તૈનાતી ઉપર વિચાર કરશે. નાટો જુલાઈ પહેલા જ આ ક્ષેત્રમાં તૈનાતી માટે તૈયારીમાં લાગી ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.  તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ચેતવણી આપતાં જણાવ્યું કે, “અમારે ઇરાન પર વધુ એક હુમલો કરવો પડશે. હું એ મુદ્દે નિશ્ચિત નથી પણ તમને બહુ જલ્દી ખબર પડી જશે.”અમેરિકા અને ઈરાનનાં યુદ્ધમાં હોર્મુઝની નાકાબંધીનાં કારણે દુનિયા ઊર્જા સંકટમાં મૂકાઈ ગઈ છે ત્યારે નાટોનાં મહાસચિવે જણાવ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલાવવા માટે જે પ્રકારે અન્ય દેશો સુસ્તી બતાવી રહ્યાં છે તેનાથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. આ સપ્તાહમાં તેમણે ઘણીવાર ટ્રમ્પ સાથે વાત કરી હતી.  ટ્રમ્પ ઈચ્છે છે કે, અમેરિકાનાં સહયોગી દેશો આ જળમાર્ગને સુરક્ષિત બનાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવે. રુટે કહ્યું હતું કે, ટ્રમ્પનાં દબાણની અસર હવે વર્તાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ વૈશ્વિક સંકટનાં સમાધાન માટે વધુ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.