કચ્છથી દિલ્હીની ત્રીજી ટ્રેન દોડશે:22મીએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટેનું આયોજન
લાંબા અરસા સુધી કચ્છથી દેશની રાજધાની દિલ્હીને જોડતી એક જ ટ્રેન સેવામાં હતી પરંતુ તાજેતરમાં સપ્તાહમાં બે દિવસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાઈ રહી છે .તેમ છતા પણ કચ્છથી દિલ્હીની વધુ ટ્રેન દોડાવવાની માંગ હતી જે પુર્ણ થવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી તા. 22મીએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભુજ દિલ્હી વાયા જાલોર, ભીલડી સહીતના રૂટ ઉપરથી પસાર થઈને આ ટ્રેન 24 કલાક બાદ ભુજથી દિલ્હી પહોંચશે. આ અંગે લાંબા અરસાથી સોશ્યલ મીડીયામાં ચર્ચા હતી. અંતે રેલવે દ્વારા 22 મેથી આ ટ્રેનને દોડાવવા માટે મંજુરીની મહોર આપવામાં આવી છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ ટ્રેન ભુજથી સવારે 11 વાગ્યે રવાના થઈ ને 24 કલાકમાં દિલ્હી પહોંચશે. જો કે હજુ સુધી સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.