​કચ્છ-સૌરાષ્ટ્રમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સંકટ: વાસણભાઈ આહીરે સરકારને લખ્યો પત્ર

​કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મોટું સંકટ આવી પડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (AGTTA) ના પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને એક સત્તાવાર પત્ર લખી તાકીદની રજૂઆત કરી છે.

​પત્રમાં જણાવાયું છે કે, અંતરિયાળ વિસ્તારોમાં કેટલાય પેટ્રોલ પંપો ડીઝલ વિના બંધ પડ્યા છે. માલ-સામાનની હેરફેર ખોરવાઈ જતાં ટ્રેડ, ઈન્ડસ્ટ્રી, કોમર્સ અને બંદરો પર ટ્રાન્સપોર્ટેશનની સ્થિતિ અત્યંત વિકટ બની છે. ઓલરેડી મંદીનો સામનો કરી રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો સિંગલ ઓપરેટરોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે. જો ગાડીઓ ઊભી રાખવી પડશે તો મોટું આર્થિક નુકસાન થશે.
​એસોસિએશને આ વિસ્તારોમાં પેટ્રોલીયમ પ્રોડક્ટ્સનો પૂરતો જથ્થો સપ્લાય કરવા વિનંતી કરી છે. આ પત્રની નકલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ વાહનવ્યવહાર વિભાગના અગ્