મોઢવા ગામમાંથી આધાર પુરાવા કે રજીસ્ટેશન વગરની બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, હારૂન ઈસ્માઈલ ચાવડા રહે.મોહવા તા.માંડવી કચ્છવાળો કોઈ પણ આધાર પુરાવા વગરની બોટ રાખેલ હોવાની સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબ્જાની બોટ બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ બોટ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૩) મુજબ નોટીસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • બોટ નંગ – ૦૧ કી.રૂ. ૧,૦૦,૦૦૦/-

હાજર મળી આવેલ ઇસમ

  • હારૂન ઈસ્માઈલ ચાવડા ઉ.વ.૩૫ રહે.મોઢવા તા.માંડવી