પૂર્વ કચ્છમાં પોલીસે ત્રણ જુદા-જુદા દરોડા પાડીને જુગાર રમતા 14 ખેલી ઝડપાયા

copy image

copy image

પૂર્વ કચ્છમાં પોલીસે ત્રણ જુદા-જુદા દરોડા પાડીને જુગાર રમતા 14 ખેલીને  ઝડપી પાડયા હતા. તેમજ એક ખેલી નાસી ગયો હતો. રાપરના કીડિયાનગરના હનુમાન મંદિર સામે બાવળની ઝાડીમાં પોલીસે રેડ મારતા ગંજીપાના વડે હાર જીતની રમત રમતા  છ શખ્સો પાસેથી રોકડ રૂા. 48,700 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 68,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમજ બીજી કાર્યવાહી ભચાઉના લાકડિયા સીમ વિસ્તારમાં ખરતરાવાંઢ પાસે અવાવરુ જગ્યામાં બાવળની ઝાડીમાં કરાઇ હતી. અહીં બાવળોની વચ્ચે પત્તા ટીંચતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ડાયનાનો મલ્ટિ ઇ-બાઇકનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 13,250, તેમજ વાહન એમ કુલ રૂા. 38,250નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્રીજી કાર્યવાહી આદિપુરમાં મદનસિંહ સર્કલ, ખાવડા સ્વીટ કોર્નર પાસે કરવામાં આવી હતી,  પાંચ ખેલીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 8150 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 28,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ત્રણ કાર્યવાહી દરમ્યાન રોકડ રૂા. 70,100 કબજે કર્યા હતા.