ઈન્સ્ટાગ્રામ પર “કોકરોચ જનતા પાર્ટી” નો ધમાકો: માત્ર 4 દિવસમાં 1.28 કરોડ ફોલોઅર્સ સાથે વર્લ્ડ રેકોર્ડ, ભાજપ-કોંગ્રેસને પછાડ્યા

સોશિયલ મીડિયા પર એક નવી પાર્ટીએ દુનિયાને ચોંકાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર “Cockroach Janta Party” નામના એકાઉન્ટે માત્ર 4 દિવસમાં 1 કરોડ 28 લાખથી વધુ ફોલોઅર્સ મેળવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

મહારાષ્ટ્રના યુવાને બનાવી પાર્ટી

મહારાષ્ટ્રના અભિજીત દીપકે દ્વારા બનાવેલી આ પાર્ટીએ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. પાર્ટીનો નારો છે – ‘સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેજી.’

મોટા પક્ષોને પાછળ છોડ્યા

હાલ CJP પાર્ટીના 1.28 કરોડ ફોલોઅર્સ છે. તેની સામે ભાજપના ઓફિશિયલ પેજ BJP4India ના 87 લાખ અને કોંગ્રેસના Incindia પેજના 1.33 કરોડ ફોલોઅર્સ છે. CJPએ માત્ર 56 પોસ્ટમાં ભાજપ કરતાં પણ વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે અને કોંગ્રેસની નજીક પહોંચી ગઈ છે.

સોશિયલ મીડિયા પર યુવાનોમાં આ પાર્ટીને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. “કોકરોચ” જેમ દરેક પરિસ્થિતિમાં ટકી રહે છે, તેવી રીતે સામાન્ય જનતાનો અવાજ બનવાની વાત આ પેજ દ્વારા કરવામાં આવી રહી છે.