ભારતનું પાપ ટળ્યું! પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. મળતી માહિતી અનુસાર મુઝફ્ફરાબાદની કોલેજ બહાર અજાણ્યા હુમલાખોરોએ હમઝાને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. ભારતે 2022માં હમઝાને યુએપીએ હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો હતો.. હમઝા 2019ના પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાંથી એક મનાય છે. એ હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન પુલવામાના રત્નીપોરાનો રહેવાસી હતો. 23 વર્ષનો હમઝા ભારત સરકારે આતંકવાદી સંગઠન જાહેર કરેલા અલ-બદ્ર સાથે જોડાયેલો હતો. ભારતથી પાકિસ્તાન જઇને અલ-બદ્રમાં જોડાયા પછી કમાંડર બની ગયેલો હમઝા યુવાનોને પણ જોડાવા ઉશ્કેરતો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યાનુસાર હમઝા બુરહાન 2020માં સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો. હમઝા પોતાને શિક્ષક બતાવતો હતો અને લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને પાકિસ્તાનમાં રહેતો હતો. હમઝા બુરહાનના ખાત્માથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને એક મોટો ઝટકો લાગ્યો છે. 27 વર્ષનો અરજુમંદર ગલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ બદ્રનો પ્રમુખ કમાન્ડર હતો. આ બર્બર હુમલાના કાવતરામાં મોટી ભૂમિકા હોવાના કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલયે 2022માં હમઝા બુરહાનને યુએપીએ હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો હતો. જો કે હવે તેનો ખાત્મો થયો છે. પુલવામા હુમલા માટે ઓવરગ્રાઉન્ડ વર્કસ મારફતે ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયાર એકત્રિત કરવાની જવાબદારી બુરહાન હમઝા પાસે જ હતી.