નાની ચીરઇ કંપનીમાં કામ કરતા 35વર્ષીય યુવાનને ને વીજ શોક લાગતાં મોત
copy image

ભચાઉ તાલુકાના નાની ચીરઇ કંપનીમાં કામ કરતા 35વર્ષીય યુવાનને ને વીજ શોક લાગતાં મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર યશોદાધામ કોલોનીમાં રહેનાર યુવાન નાની ચીરઇ ખાતે આવેલી પ્લાસ્ટેન ઇન્ડિયા નામની કંપનીમાં કામ કરતો હતો. આ શ્રમિક ગત તા. 20/5ના રાત્રિના અરસામાં કંપનીમાં હતો. તે દરમ્યાન કોઇ કારણોસર તેને વીજ શોક લાગતાં તેને આદિપુરની હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.