મોટી તુંબડીમાં તસ્કરો 17 કિ.મી. વીજલાઈનના કેબલની ઉઠાંતરી
copy image

પશ્ચિમ કચ્છમાં બે સ્થળે વીજકેબલ અને બેટરી સહિત 11 લાખની કિંમતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર મુંદરા તાલુકાના મોટી તુંબડી ગામની સીમમાં તસ્કરોએ ગત તા. 8થી તા. 10ના સમયાંતરે જુદા-જુદા સમયે જુદા-જુદા વિસ્તારમાં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓઁએ સર્વે નંબર 38, 17,39, 513 અને 526વાળી ખુલ્લી જગ્યામાં ચોરીના કરી હતી. તસ્કરોએ જુદા-જુદા 54 જેટલા વીજ થાંભલામાંથી એલ્યુમિનિયમના સિલ્વર કલરના વીજ વાયર તફડાવી ગયા હતા. 17 કિલોમીટરની લાઈનનો કેબલ ચોરી કરાયો હતો. ચોરાઉ કેબલની કિંમત રૂા. 10 લાખ આંકવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.