ગુંદાલામાં હુમલા લૂંટના મામલે આપ નેતા સહિત ચાર સામે ફરિયાદ
copy image

મુંદરા તાલુકાના ગુંદાલામાં ખાલી બેરલના વેપારીને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવવાના બનાવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સહિત ચાર જણા સામે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુંદાલામાં ખાલી બેરલ નો ધંધો કરતા ફરિયાદીએ ચાર આરોપી સામે પોલીસ મથકે લૂંટ હુમલા સહિતની ફરિયાદ નોંધાવી છે.. આરોપી તેની પાસે આવી ખોટા ધંધા કરસ તેમ કહી બોલાચાલી કરી માર માર્યો હતો. અમને સંજય બાપટ માણેક ગઢવીએ મુક્યા હોવાનું કહી પૈસાની માંગ કરી હતી. ફરિયાદીએ ના પડતા આરોપીઓએ ધંધાના રૂપિયા 45000 ખિસ્સામાંથી ઝુટવી લઇ માર મારી ફરાર થઈ ગયા હતા. લૂંટ અને હુમલાના બનાવવામાં આમ આદમી પાર્ટીના નેતાની સંડોવણી બહાર આવતા ચકચાર પ્રસરી છે. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.