વાયોર પોલીસે રોયલ્ટી વિના માટી વહન કરતાં બે ટ્રેક્ટર કબજે કર્યા
copy image

અબડાસાના વાયોર પંથકની પોલીસે ખારાઈ રોડ પરથી રોયલ્ટી કે પરમીટ વગર માટીનું વહન કરતાં બે ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ , ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ અપાતા વાયોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખારાઈ રોડ પર વાહન ચાકિંગ કરતી વેળાએ ખારાઈ ગામ તરફથી માટી ભરીને આવતાં બે સ્વરાજ કંપનીનાં ટ્રેક્ટરને રોક્યા હતાં. પોલીસે બંને ટ્રેક્ટરના ચાલકોની પૂછપરછ કરતાં અને માટી ભરવા અંગેના આધાર-પુરાવા માગતા, તેઓ કોઈ સંતોષકારક જવાબ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આથી, વાયોર પોલીસે બંને ટ્રેક્ટરને ડીટેઇન કર્યાં હતાં. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંને ટ્રેક્ટરને ખાણ-ખનિજ વિભાગને સુપરત કર્યા છે.