કેન્દ્ર સરકાર દ્વારા  384 આવશ્યક દવાઓના ભાવ વધારવાની તૈયારી

image-264

copy image

copy image

જનતાને હવે દવાઓમાં ઝટકો લાગવાનો છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક દવાઓના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે આ દવાઓ માટે જરૂરી પેટ્રોકેમિકલ આધારિત સામગ્રીના પુરવઠામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારના બે અધિકારીને ટાંકીને એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે, આ દવાઓના ભાવ વધારવા અંગે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી,ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મિન્ટે એ પણ અહેવાલ આપ્યો છે કે, ઈરાન યુદ્ધ સમાપ્ત થયા પછી કાચા માલનો પુરવઠો પાછો આવતાની સાથે જ આ દવાઓના ભાવમાં ઘટાડો થશે. ઉપરોક્ત બે અધિકારીમાંથી એકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, `આ કિંમત અંગે ઉદ્યોગ તરફથી સરકારને એક દરખાસ્ત મળી છે. સરકાર આ બાબતની સમીક્ષા કરી રહી છે.’